લૉકડાઉન દરમિયાન એક બાર અને એક વાઈન શોપના શટર તૂટ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 4 : હાલમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટેના લૉકડાઉનના અમલમાં પોલીસ અને પ્રશાસન રોકાયેલા છે, શરાબીઓને શરાબ મળતો નથી તેનો ફાયદો ઉઠાવવા ધાડપાડુઓ 30 માર્ચની રાત્રે એક બાર અને એક વાઈન શોપમાં ત્રાટક્યા હતા અને કુલ 350 જેટલી શરાબની બોટલોની ચોરી કરી હતી.  
પહેલી ચોરી 30 માર્ચની રાત્રે કુલાર્ના વિનોબા ભાવે નગરની વાઈન શોપમાં થઈ હતી. ચાર જણ ત્રાટક્યા હતા ને શટર તોડીને દોઢેક લાખ રૂપિયાની કિંમતની 200 જેટલી દારૂની બોટલો ભરેલા કાટૂર્ન્સ ઉઠાવી ગયા હતા. બીજા દિવસે સવારે સ્થાનિક લોકોએ આની જાણ વાઈન શોપના માલિકને કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.   
વાઈન શોપમાં મુકાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે વસંત નાઈક અને ઈરફાન ખાન નામના બે યુવાન આરોપીની ધરપકડ કરી હતી. આ બંને સામે પોલીસના ચોપડે અન્ય કેસો પણ નોંધયેલા છે. વિનોબા ભાવે નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજેશ પવારે કહ્યું હતું કે આરોપીઓ નજીકમાં જ રહે છે અને હજુ તેમના બે સાગરિતો પહોંચની બહાર છે. આરોપીઓએ પુછપરછમાં જણાવ્યું હતું કે લૉકડાઉનના કારણે શરાબ નથી મળતો તેથી પીવા માટે અમે આ ચોરી કરી હતી. બાદમાં એવું પણ વિચાર્યું હતું કે હાલમાં દારૂ નથી મળતો તેથી આટલો દારૂ ઉંચા દામે વેચીને કમાણી પણ થશે.  
બીજા આવા જ એક કિસ્સામાં 31 માચર્ની રાત્રે શિવડીમાં એક બારમાં ત્રાટકેલા ઘાડપાડુઓ દોઢસો બોટલ દારૂ ઉઠાવી ગયા હતા. આ બાર સાથે રેસ્ટોરા પણ સંકળાયેલો છે તેથી લૉકડાઉનમાં બાર અને રેસ્ટોરા બંધ છે પરંતુ ચોરોએ રેસ્ટોરાના ગલામાંથી 15,000 રૂપિયાની રોકડ પણ ઉઠાવી હતી. સ્થાનિક રહેવાસીઓએ બીજા દિવસે બાર-રેસ્ટોરાના માલિકને શટર તૂટ્યાની જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer