ભાઈંદરમાં નવા ત્રણ કેસ મળતા લોકોમાં ગભરાટ

અમારા પ્રતિનિધિ તરફથી 
ભાયંદર, તા. 4 : મીરા ભાઈંદરમાં અત્યાર સુધીમાં કોરોના 6 પોઝિટિવ કેસ મેળ્યા પછી ભાયંદર વેસ્ટમાં પણ 3 કેસ મળી આવતાં પરિસરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. એ ઉપરાંત નાલાસોપારામાંથી બે અને એક કેસ વિરાર પાસે આગાશીમાંથી મળ્યો છે.  અત્યાર સુધી ભાયંદર સલામત ગણાતુ હતુ. જોકે મીરા રોડમાં શુક્રવારે અમુક વિસ્તાર ને રેડઅલર્ટ જાહેર કર્યા બાદ શનિવારે નયાનગર અને મેડતિયા નગરમાં પણ પણ રેડ અલર્ટ જાહેર કરાયો છે. 
આ બંને વિસ્તારોમાં મોબાઈલ એપ્લિકેશનથી આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી સુવિધા મળે એ માટે પાલિકા એપ્લિકેશન બનાવી રહી છે, આ બંને વિસ્તારો સીલ કરી દેવામાં આવ્યા છે. કાનુંગો એસ્ટેટમાં એક પરિવારના 5 સભ્યો અને મેડતિયા નગરમાં તાજેતરમાં કુવૈતથી આવેલા એક વ્યક્તિનીની તપાસ કરતાં તે નેગેટિવ આવ્યો પરંતુ અન્ય એક વ્યક્તિ વસઇ-વિરારની મુલાકાત બાદ પોઝિટિવ જણાયો હતો જે બધાની સારવાર આહિંની હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. 
આ લોકોના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. 37 લોકોના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને કેટલાક લોકોને ટેમ્બા હોસ્પિટલમાં અલાયદા કરવામાં આવ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer