કોરોના વાઈરસનાં લક્ષણ જણાય છે ? તો ડીસીપીનો સંપર્ક કરો

પોલીસ કર્મીઓને સૂચના   
મુંબઈ, તા. 4 : વરલીના એક પોલીસ કૉન્સ્ટેબલને કોરોના વાઈરસ પૉઝીટીવ આવ્યા બાદ શહેરના પોલીસ કર્મચારીઓને જો તેમને કોવીડ-19 ના લક્ષણ જણાય તો તેમણે ડેપ્યુટી પોલીસ કમિશ્નર સ્તરના અધિકારીને તત્કાળ રીપોર્ટ કરવું.પોલીસોને ખાતરી અપાઈ છે કે તેમનું વહેલી તકે ટેસ્ટીંગ કરવામાં આવશે.
પોલીસો અને અધિકારીઓ સતત લૉકડાઉનના અમલ કરાવવામાં અને કન્ટેનમેન્ટ ઝોનની નિગરાનીમાં લાગેલા હોવાથી તેમને આ ઘાતક વાઈરસનો ચેપ લાગવાનો ખતરો વધી જાય છે,આથી ઊચ્ચાધિકારીઓ ચાહે છે કે તેમના અધિકારીઓ અને પોલીસોનું આરોગ્ય સારૂં રહે તેમજ તેમની સારી કાળજી લેવામાં આવે. ફીલ્ડ ડયુટી પરના પોલીસોને માસ્ક અને ગ્લોવ્ઝ અપાયાં છે. 
મુંબઈ પોલીસ ડીપાર્ટમેન્ટમાં 45000 પોલીસો અને અધિકારીઓ છે,જે 94 પોલીસ સ્ટેશનોમાં વિભાજિત કરાયાં છે દરમિયાન ડાયાબીટીસ, ફેફસાંની કે હ્દયની તકલીફ ધરાવતા પોલીસોને ડેસ્કની ડટુટી આપવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer