મંદિર બંધ હોવા છતાં સાંઈબાબા મંદિરને મળ્યુ રૂ. 1.10 કરોડનું દાન

શિર્ડી, તા. 4 : લોકડાઉનને કારણે શિર્ડીના સાઈબાબા મંદિર સહિત મહારાષ્ટ્રના બધા જ મંદિર બંધ છે.  મંદિરો બંધ હોવાછતાં દાનનો પ્રવાહ તો ચાલુ જ છે. લોકડાઉનની શરુઆત થઈ ત્યારથી ત્રીજી એપ્રિલ સુધી સાંઈ મંદિરને ભક્તોએ કુલ 1.10 કરોડનું દાન આપ્યું છે. સાંઈ મંદિર 17 માર્ચથી બંધ કરાયું છે. મોટાભાગનું દાન સાંઈ સંસ્થાનને ઓનલાઈન મળ્યું છે. મંદિર બંધ હોવા છતાં ઓનલાઈન દર્શન ચાલું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer