મહારાષ્ટ્ર સરકારે તેના કાર્યાલયોને એસીનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો

મહારાષ્ટ્ર સરકારે તેના કાર્યાલયોને એસીનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો
મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે તેના તમામ કાર્યાલયોને ઍરકન્ડિશનિંગ સિસ્ટમ (એસી)નો ઉપયોગ ટાળવાનો અનુરોધ કર્યો છે. કોરોના વાઇરસના ફેલાવા સામે સાવચેતીના પગલાં ભરવા આવું કહેવામાં આવ્યું છે.
મુખ્ય સચિવ (આરોગ્ય) પ્રદીપ વ્યાસે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન (જીઆર) પર સહી કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે એસી રૂમમાં કોરોનો વાઇરસ લાંબો સમય સુધી રહે છે. જીઆરમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારી કાર્યાલયોએ એસીનો ઉપયોગ અત્યંત આવશ્યક હોય ત્યારે જ કરવો અન્યથા ટાળવો. `એને બદલે હવાની યોગ્ય અવરજવર માટે બારી બારણા ખુલ્લા રાખવા' એમ વધુમાં જણાવવામાં આવ્યું હતું. કોરોના વાઇરસને ધ્યાનમાં લઈને મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ તેમની લોકલ એસી ટ્રેનોની સેવાને સસ્પેન્ડ કરી દીધી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer