નિર્ભયાના દોષીઓને ફાંસી પૂર્વે કોઇ પસ્તાવો નહોતો : જલ્લાદ

નિર્ભયાના દોષીઓને ફાંસી પૂર્વે કોઇ પસ્તાવો નહોતો : જલ્લાદ
પવને ઘટનાક્રમ વર્ણવ્યો : ફાંસીઘરમાં કોઇને બોલવાની છૂટ હોતી નથી
નવી દિલ્હી, તા. 21 : નિર્ભયા કેસના નરાધમોને ગઈ કાલે પરોઢે ફાંસી આપી દેવાઈ હતી. દોષીઓને ફાંસી આપનારા પવન જલ્લાદે ફાંસીના દિવસનો ઘટનાક્રમ બયાન કર્યો છે.
જલ્લાદે જણાવ્યું કે ફાંસીઘરમાં કોઈને બોલવાની પરવાનગી હોતી નથી. માટે ફાંસીના દિવસે માત્ર ઈશારામાં જ કામ કરવાનું હોય છે. મેં તો ચારેયને ફાંસી આપીને મારો ધર્મ બજાવ્યો છે. આ અમારું વંશપરંપરાગત કામ છે. ફાંસી વખતે નરાધમોને પસ્તાવો થવો જોઈએ, પણ ચારેમાંથી એકને પણ પસ્તાવો થયો નહોતો.
પવને કહ્યું કે હું 17 માર્ચના તિહાર જેલ પહોંચ્યો હતો અને ડમી ટ્રાયલ કર્યું હતું. ટ્રાયલ પહેલાં ફાંસીના રસ્સાને દહીં અને માખણ લગાવીને મુલાયમ કરવામાં આવ્યો હતો. ફાંસીના એક દિવસ પહેલાં ફરી એક વાર રસ્સાને તપાસીને બરાબર કરવામાં આવ્યો હતો. જલ્લાદ હોવું એક સારો વ્યવસાય છે કારણ કે અમે ખોટા લોકોને દૂર કરીએ છીએ.
નિર્ભયા કેસના નરાધમોના કાનૂની દાવપેચને લીધે અનેક વાર ફાંસી ટળી હતી અને મારે વારંવાર દિલ્હી આવવુ પડતું હતું એમ તેણે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer