સરકારે હેન્ડ સેનેટાઇઝર અને કોમન માસ્કના ભાવ નક્કી કર્યા

સરકારે હેન્ડ સેનેટાઇઝર અને કોમન માસ્કના ભાવ નક્કી કર્યા
મુંબઈ, તા. 21 : અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીના પગલે ટોઈલેટ પેપરનો કાળાબજારમાં ભાવ 10 ડૉલર જેવો છે. જ્યારે ભારતમાં આથી વિપરીત, સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપ સામે પ્રજાનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતાં સરકારે 200 મિ.લિ.ના હેન્ડ સેનેટાઇઝરની બોટલના રૂા. 100 અને કોમન માસ્કના રૂા. 8-10નો ભાવ નક્કી કર્યો છે. વધુમાં પોર્ટેબલ ઇથલ આલ્કોહોલના પુરવઠામાં સેનેટાઇઝર ઉદ્યોગને પ્રાથમિકતા આપવાનું ડિસ્ટીલરીઝ અને ખાંડ મિલોને જણાવ્યું છે.
ટુ-પ્લાય માસ્ક અને થ્રી-પ્લાય માસ્કના ભાવ નંગદીઠ રૂા. 8થી 10 કરતાં વધુ ન વસૂલવા જોઇએ, જ્યારે આ માસ્કમાં વપરાતા કાપડનો ભાવ 12મી ફેબ્રુઆરીના રોજ હતો એ મુજબનો જ રહેશે, એમ પાસવાને જણાવ્યું હતું.
સરકારે માસ્ક, હેન્ડ સેનેટાઇઝર અને તેમાં વપરાતા આલ્કોહોલને એસેન્સીયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ મૂક્યા છે.
સરકારના આદેશનું ઉલ્લંઘન કરશે તેને સૂચિત એક્ટ હેઠળ દંડ કરાશે. દરેક ગ્રાહકને યોગ્ય ભાવે માસ્ક અને હેન્ડ સેનેટાઇઝર મળી રહે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ એમ ગ્રાહક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
કોવિડ-19 અસરગ્રસ્ત ઘણા દેશો ડિસ્ટીલરીઝે દારૂને બદલે સેનેટાઇઝરના ઉત્પાદન તરફ વળ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ ખાંડ મિલોની માગ વધી છે અને હેન્ડ સેનેટાઇઝર બનાવવામાં વપરાતા સ્પેશિયલ ડિનાર્સ્ચડ સ્પિરિટ્સ (એસડીએસ)ના જીનના બદલે ઊંચા ભાવ મેળવી રહી છે.
ગુરુવારે કેન્દ્ર સરકારે હેન્ડ સેનેટાઇઝરમાં વપરાતા આલ્કોહોલના ઉત્પાદન, ગુણવત્તા, ડિસ્ટ્રીબ્યુશન અને તેના ભાવને જૂન 2020 સુધી એસેન્શીયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ મૂક્યાં છે.
સેનેટાઇઝર ઉત્પાદન કરતાં રાજ્યના ઉદ્યોગને ત્રણ પાળીમાં કામ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. ભારતની ખાંડ મિલ ઍસોસિયેશન અને અૉલ ઇન્ડિયા ડિસ્ટીલરીઝ ઍસોસિયેશને અથીલ આલ્કોહોલ અને ઇથેનોલનો પુરવઠો યોગ્ય ભાવે સેનેટાઇઝર ઉદ્યોગને પૂરો પાડવાનો રહેશે. ડિસ્ટીલરી એકમો પણ બલ્કમાં સેનેટાઇઝરનું ઉત્પાદન કરી શકશે.
ઉત્તર પ્રદેશના એક્સાઇઝના પ્રિન્સિપલ સેક્રેટરી સંજય ભૂસરેડ્ડીએ કહ્યું હતું કે હેન્ડ સેનેટાઇઝર ઉત્પાદકોને કિનેર્ચડ ઇથેનોલ મેળવવા માટે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ પાસેથી પરવાનો મેળવવો પડે છે. જો કોઈ ઉદ્યોગપતિ પાસે હેન્ડ સેનેટાઇઝર બનાવવાનું લાઇસન્સ હોય અને ઇથેનોલ મેળવવું હોય તો અમે તેની અરજી એક જ દિવસમાં ઓનલાઇન પ્રોસેસ કરીશું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer