એર ઇન્ડિયા કોરોનાથી લડવા દરેક ફલાઇટમાં રાખશે વિશેષ સૂટ

એર ઇન્ડિયા કોરોનાથી લડવા દરેક ફલાઇટમાં રાખશે વિશેષ સૂટ
મુંબઇ, તા. 21 : કોરોના વાયરસના ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણને ધ્યાનમાં લઇને એર ઇન્ડિયાએ તેના બધા પાયલટો અને ફલાઇટ એટેન્ડેન્ટોને વિશેષ હઝમત સૂટ ઉપલબ્ધ કરાવ્યા છે. મોજા, માસ્ક, શૂ-કવર અને ચશ્માથી સજ્જ  હઝમત સૂટ વિમાનના કોકપીટમાં રખાશે અને સંદિગ્ધ વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાશે. એર ઇન્ડિયા વિમાનોમાં હઝમત સૂટની વ્યવસ્થા કરવાવાળું પહેલું અને એકમાત્ર ભારતીય કેરિયર બન્યું છે. આ વિશેષ સૂટનો ઉપયોગ વિમાનમાં કોઇ મુસાફર કે ક્રૂ મેમ્બરના બીમાર પડવા ઉપર કે તેનામાં કોરોનાના લક્ષણો દેખાવા ઉપર કરવામાં આવશે. એર ઇન્ડિયા આ ઉપરાંત સૂટની બે વધારાની જોડી પણ વિમાનમાં રખાશે જેમાંથી એક સંદિગ્ધ મુસાફર માટે અને બીજો તેની દેખરેખ રાખનારી વ્યક્તિ માટે રહેશે. સૂત્રએ કહ્યા મુજબ, સંદિગ્ધ મુસાફર ન હોય તો સૂટને પહેરવાની જરૂર નથી. પરંતુ માસ્ક અને મોજાં તો પહેરી જ રાખવા પડશે. એર ઇન્ડિયાના પ્રવકતાએ પુષ્ટિ આપી હતી કે, મોટી સંખ્યામાં હઝમત સૂટ બનાવવાના ઓર્ડર અપાયા છે. હઝમત સૂટને સૌથી પહેલાં અધિક જોખમવાળી ફલાઇટસમાં રખાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer