કોરોના સામેનો જંગ સૌરાષ્ટ્રમાં તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સક્રિય

કોરોના સામેનો જંગ સૌરાષ્ટ્રમાં તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સક્રિય
બાબરા, તા. 21 : બાબરા શહેર તાલુકામાં રાજકીય, સામાજિક સહિત સ્થાનિક સ્વરાજ સંસ્થા અને નગરપાલિકા, મામલતદાર, પોલીસ અધિકારી, હેલ્થ વિભાગ સહિતે લોક જાગૃતિ સહિત સક્રિય કામગીરી હાથ ધરી છે.
ચીફ ઓફિસર કે. ડી. વિંજુડાએ જાહેરમાં કચરો ફેંકનારા સહિત થૂંકી અને ગંદકી ફેલાવનારા સામે રૂપિયા 1800ના દંડની વસૂલાત કરી છે. જાહેરમાં લારી ગલ્લામાં જાહેર જમવા બેસાડવા નહીં અને પાર્સલ સુવિધા આપવા જણાવ્યું હતું. પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાએ શહેરમાં ગંદકી નહીં ફેલાવા અને વિવિધ વોર્ડમાં સાફ સફાઈના મુદ્દે પાલિકા સહિત પ્રતિનિધિનું ધ્યાન દોરવા જાહેર અપીલ કરી. ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ મુનાભાઈ મલકાણ દ્વારા તા. 22ના સવારથી રાત્રી સુધી ઘર બહાર નહીં નીકળવા અને ધંધા રોજગાર બંધ રાખવા જાહેર અપીલ કરી છે. પોલીસ ઇન્સ. વાઘેલા તેમજ મામલતદાર બગસરિયા અને વેપારી આગેવાને શહેરમાં ડોર ટુ ડોર મુલાકાત કરી રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા થતા આદેશની જાણકારી સહિત તેનો અમલ કરવા તેમજ રાત્રી ના 10 વાગ્યે લારી ગલ્લા બંધ કરવા અને કલમ 144 મુજબ વર્તવા જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer