દસમા ધોરણની પરીક્ષાનું બાકી રહેલું એક પેપર મોકૂફ

દસમા ધોરણની પરીક્ષાનું બાકી રહેલું એક પેપર મોકૂફ
મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે આજે જાહેર કર્યું હતું કે, મહારાષ્ટ્ર બોર્ડની એસએસસી (10મા ધોરણ)ની બાકી રહેલી છેલ્લી પરીક્ષા જે સોમવાર, 23 માર્ચે યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે.
શાળા શિક્ષણ ખાતાના પ્રધાન વર્ષા ગાયકવાડે આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં લઈને પરીક્ષા રદ કરવામાં આવી છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer