મુંબઈ મેટ્રો-1 આજે સંપૂર્ણ બંધ રહેશે

મુંબઈ મેટ્રો-1 આજે સંપૂર્ણ બંધ રહેશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : ઘાટકોપર અને વરસોવા વચ્ચે દોડતી મુંબઈની પ્રથમ મેટ્રો ટ્રેન રવિવાર, 22 માર્ચે સંપૂર્ણ બંધ રહેશે.
મુંબઈ મેટ્રો-1ના પ્રવક્તાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ પાળવાની જે હાકલ કરી છે તેના ટેકામાં મેટ્રો ટ્રેનોની સેવાઓ રવિવાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આખો દિવસ લોકો ઘરમાં રહે અને કોરોના વાઇરસને માત આપી શકાય એ હેતુથી ટ્રેનો બંધ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer