પીટરસને હિન્દીમાં કરી વડા પ્રધાન મોદીની પ્રશંસા

પીટરસને હિન્દીમાં કરી વડા પ્રધાન મોદીની પ્રશંસા
કોવિડ-19 સામેની લડાઈ માટે મોદીનાં નેતૃત્વને વિસ્ફોટક ગણાવ્યું
નવી દિલ્હી, તા. 21 : ટ્વિટર ઉપર હિન્દીનો ઉપયોગ કરી રહેલા ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પિટરસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની પ્રશંસા કરી છે. શુક્રવારે પીટરસને ભારતવાસીઓને કોરોના વાયરસ સામે લડવા માટે હિન્દીમાં સાવધાન કર્યા હતા. વડાપ્રધાન મોદીએ પીટરસનના પ્રયાસની પ્રશંસા કરી હતી. તો બીજી તરફ પીટરસને પણ વળતી પ્રશંસા કરવામાં વિલંબ કર્યો નહોતો. 
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પોતાની વિસ્ફોટક બેટિંગની વિરોધી ટીમોને જોખમમાં મૂકનારા બેટ્સમેન કહી રહ્યા છે કે કોવિડ 19 સામે બધા સાથે મળીને લડશું. આ ટ્વિટમાં પીએમએ વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન અને અજિંક્ય રહાણેનાં ટ્વિટને પણ સામેલ કર્યું હતું. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ટ્વિટનો જવાબ આપતા આભાર માન્યો હતો અને તેમનું નેતૃત્વ પણ વિસ્ફોટક હોવાનું કહ્યું હતું. આ સાથે પૂર્વ ક્રિકેટરે એક નમસ્તેનું ઈમોજી પણ ઉપયોગમાં લીધું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer