આઈઓસી ઓલિમ્પિકનું આયોજન બન્યું ચિંતાનો વિષય

આઈઓસી ઓલિમ્પિકનું આયોજન બન્યું ચિંતાનો વિષય
સમય ઉપર જ આયોજન થવાની કમિટિને આશા
નવી દિલ્હી, તા. 21 : કોરોના વાયરસના કોહરામ વચ્ચે તમામ લોકોની નજર ટોક્યોમાં આગામી ઓલિમ્પિકના આયોજન ઉપર છે. આયોજન સમય રહેતા થઈ શકશે કે નહી તે અંગે સતત ચર્ચા થઈ રહી છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઈઓસી)ના અધ્યક્ષ થોમસ બાકના કહેવા પ્રમાણે ઓલિમ્પિક સંઘ ટોક્યો ખેલને ધ્યાને લઈને તમામ સંભાવનાઓ ઉપર વિચાર કરી રહ્યું છે. જો કે હજી સંઘને આશા છે કે નિયત સમય ઉપર ઓલિમ્પિકનું આયોજન થઈ શકશે. 
બાકે એક અખબારને કહ્યું હતું કે આયોજનને લંબાવવાનું અત્યારે એલાન કરવું એ ઉતાવળ ગણાશે. આ મામલે આઈઓસી પોતાના ટાસ્ક ફોર્સ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ ઉપર કામ કરશે. બાકે કહ્યું હતું કે બીજી સંભાવનાઓ ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ અન્ય સંગઠનો અને સંસ્થા ઓલિમ્પિકને અત્યારથી જ આગળ લઈ જવાનો વિરોધ કરી રહ્યા છે.  કારણ કે આયોજનમાં હજી પણ સાડા ચાર મહિનાની વાર છે. બાકે કહ્યું હતું કે તમામ ખેલને સ્થગિત કરવાનો  નિર્ણય જવાબદારીભર્યું પગલું નહી ગણાય. ટાસ્ક ફોર્સ તરફથી પણ હજી સુધી કોઈ ભલામણ મળી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer