ખેલ જગત ઉપર કોરોનાનો પ્રભાવ

ખેલ જગત ઉપર કોરોનાનો પ્રભાવ
નવી દિલ્હી, તા. 21 : કોરોના વાયરસની અસર દુનિયાના તમામ ક્ષેત્રોને લઈને પર્યટન સ્થળો સૂમસાન બન્યા છે. તો ફિલ્મોની શુટિંગ પણ રોકી દેવામાં આવી છે. સિનેમા ઘરોને બંધ રાખવાનો નિર્ણય કરીને કોરોનાને ફેલાતો રોકવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી જ રીતે રમત જગત ઉપર પણ કોરોનાએ પ્રભાવ છોડયો છે. દુનિયાભરની અલગ અલગ રમતોની નામી ટૂર્નામેન્ટો રદ થઈ છે તો અમુકનો સમય લંબાવવામાં આવ્યો છે. 
ક્રિકેટ
ભારત-દક્ષિણ આફ્રિકા વનડે શ્રેણી રદ
આઈપીએલ 15 એપ્રિલ સુધી મોકુફ
ઓસિ.-ન્યૂઝિલેન્ડ બે વનડે રદ
પીએસએલ સ્થગિત
આર્ચરી
વર્લ્ડ કપ, શાંઘાઈ રદ
બેડમિંટન
ચાઈનામાર્સ્ટ મોકૂફ
એશિયન ટીમ ચેમ્પિ.માંથી ચીન, હોંગકોંગ બહાર
જર્મન ઓપન રદ
એશિયન ચેમ્પિયનશિપ મોકૂફ
ઈન્ડિયા ઓપન, સ્વિસ ઓપન, મલેશિયા ઓપન, ંિસંગાપોર ઓપન રદ
થોમસ એન્ડ ઉબર કપ ફાઈનલ્સ મે થી ઓગષ્ટ 2020 સુધી મોકૂફ
ટેનિસ
તમામ એટીએ ટૂર્નામેન્ટ રદ
બીએનપી પરીબાસ ઓપન, મીયામી ઓપન, મોન્ટે કાર્લો માસ્ટર્સ,  ફ્રેન્ચ ઓપન સ્થગિત
એથ્લેટિક્સ
વિશ્વ ઈનડોર ચેમિપયનશિપ્સ માર્ચ 2021 સુધી રદ
ફિલ્ડ હોકી
ઈન્ડીયા ટૂર ઓફ જાપાન મોકૂફ
તમામ એફઆઈએચ પ્રો લીગ મેચ 17 મે સુધી રદ
બાસ્કેટ બોલ
એનપીએ 11 માર્ચથી સપેન્ડ
શુટિંગ
નવી દિલ્હી વિશ્વકપ મે 5-12 અને જૂન 2-9 સુધી રદ
ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટ, જાપાન રદ
બોક્સિંગ
એશિયા ઓસેનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરનું જોર્ડનમાં સ્થળાંતર
વિશ્વકપ રદ
ફોર્મ્યુલા વન
ઓસ્ટ્રેલિયન જીપી, મોનાકો જીપી રદ
 બહરીન જીપી, વિયેતનામીઝ જીપી, ચાઈનીઝ જીપી મોકૂફ
ફૂટબોલ
ચેમિપયન્સ લીગ અને ફૂટબોલ લીગના મેચ સ્થગિત
ઈપીએલ એન્ડ એફએ કપ એપ્રિલ 30 સુધી રદ યુરો 2020 આગામી વર્ષ સુધી મોકૂફ કોપા અમેરિકા પણ મોકૂફ   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer