કોરોનાને ધ્યાને લઈને વાડાએ જારી કરી ડોપિંગ સંબંધિત માર્ગદર્શિકા

કોરોનાને ધ્યાને લઈને વાડાએ જારી કરી ડોપિંગ સંબંધિત માર્ગદર્શિકા
વાડા અને એનડીઓએ ટેલિકોન્ફ્રેન્સ કરીને નવા નિર્દેશ જારી કર્યા
નવી દિલ્હી, તા. 21 : વિશ્વ ડોપિંગ એજન્સીએ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ડોપ ટેસ્ટને લઈને નવા દિશાનિર્દેશ જારી કર્યા છે. વાડા અને એનએડીઓના એડવાઈઝરી ગ્રુપની શુક્રવારે ટેલિકોન્ફ્રેન્સથી બેઠક થઈ હતી. જેમાં એન્ટિ ડોપિંગ સંગઠનને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો હેઠળ કામ કરવા કહેવામાં આવ્યું છે. જેથી ખેલાડીઓની પુરી રીતે સુરક્ષા કરી શકાય અને ડોપિંગ નિયંત્રણ કાર્યક્રમોની પારદર્શકતા પણ જાળવી શકાય. 
વાડાના કહેવા પ્રમાણે જો ટેસ્ટ કરનારા અધિકારીઓને કોરોના પોઝિટિવ આવશે તો તેણે જે ખેલાડીઓનો ટેસ્ટ કર્યો હશે તેને પણ જાણ કરી દેવામાં આવશે. વાડાએ તમામ કર્મચારીને માસ્ક પહેરવા, કામના સ્થળને જંતુરહિત કરવા અને અન્ય દિશાનિર્દેશોનું ચોકસાઈથી પાલન કરવા કહ્યું હતું. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે એડીઓએ ખેલાડીઓના સરનામાની જાણ રાખવી પડશે અને ગતિવિધી ઉપર નજર રાખવી પડશે. જો કોઈ ખેલાડી વિદેશ સફર કરી રહ્યો હોય તો આવી માહિતી ખુબ જ મદદરૂપ બની શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer