બોક્સર મેરી કોમે તોડયો ક્વોરન્ટાઈન પ્રોટોકોલ

બોક્સર મેરી કોમે તોડયો ક્વોરન્ટાઈન પ્રોટોકોલ
વિદેશ પ્રવાસેથી પરત ફરી રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં હાજરી
નવી દિલ્હી, તા. 21 : દિગ્ગજ બોક્સર અને રાજ્યસભા સાંસદ એમસી મેરી કોમ વિવાદમાં ફસાઈ છે. મેરી કોમે મહામારી બનેલા નોવેલ કોરોના વાયરસ ઉપર આસોલેશનના નિયમો તોડયા છે. સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત પ્રોટોકોલ તોડીને મેરી કોમ સીધી રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતી. હાલમાં જ મેરી કોમ જોર્ડનમાં આયોજીત એશિયાન ઓસિયાના ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં રમીને સ્વદેશ પરત ફરી હતી. મેરી કોમે સાવચેતીના ભાગરૂપે 14 દિવસ ક્વારન્ટાઈનમાં વિતાવવાના હતા. પરંતુ 18 માર્ચના મેરી કોમ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી હતી. 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના સાંસદોને નાસ્તા માટે આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વોત્તરની બોક્સ મેરી કોમ પણ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર કાર્યક્રમની તસવીરો જારી કરી હતી. જેમાં મેરી કોમ પણ જોવા મળી હતી. મેરી કોમ 13 માર્ચના રોજ જ ભારત પરત ફરી હતી. જેને ધ્યાને લઈને 27 માર્ચ પહેલા સાર્વજનિક કાર્યક્રમો કે સામાન્ય લોકો વચ્ચે જઈ શકે નહી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer