નિર્ભયા કેસ : દોષિતોએ જેલમાં કરેલી કમાણી પરિવારજનોને અપાશે

નવી દિલ્હી, તા. 21 : નિર્ભયાનાં ગુનેગારોએ જેલમાં કરેલી કમાણી હવે તેનાં પરિજનોને આપી દેવામાં આવશે. જેમાં સૌથી વધુ અક્ષય ઠાકુરે 69 હજાર રૂપિયાની કમાણી કરેલી છે. વિનય શર્માએ 39 હજાર, પવન ગુપ્તાએ 29 હજાર રૂપિયાનું વેતન કમાયું છે. દોષિત મુકેશ સિંહે જેલમાં કોઈપણ પ્રકારનો શ્રમ કરવાનું પસંદ કર્યુ નહોતું.
જેલમાં શિક્ષણ જેલની સજા દરમિયાન મુકેશ, પવન અને અક્ષયે વર્ષ 2016માં ધો.10માં પ્રવેશ લીધો હતો પણ આ લોકો પરીક્ષા પાસ કરી શક્યા ન હતાં. 201પમાં વિનયે પણ એક વર્ષ માટે સ્નાતક કાર્યક્રમમાં પ્રવેશ મેળવેલો પણ તે આ કોર્સ પૂરો કરી શક્યો ન હતો.
જેલ નિયમનો ભંગ તિહાર જેલમાં નિયમ ભંગ બદલ અક્ષયને એકવાર સજા મળી હતી. મુકેશે 3 વખત અને પવને 8 વખત જેલનાં નિયમો તોડયા હતાં. સૌથી વધુ વિનયે 11 વાર જેલ નિયમો તોડવાની સજા ભોગવી હતી. જેલમાં અપશબ્દો બોલવા, જેલર આવતાં ઉભા ન થવું, તમાકુનું સેવન કરવું, મારપીટ કરવી સહિતનાં નિયમો તોડવામાં આવતાં કેદીને સજામાં મળતી કેટલીક સવલતોથી વંચિત રાખવામાં આવતાં હોય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer