વડોદરામાં શુક્રવારી બજારને પાલિકાએ બંધ કરાવી

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 21 : વડોદરામાં કોરોના વાઇરસના બે પોઝિટિવ કેસ નોંધાતા વડોદરા શહેરના શુક્રવારી બજારને કોરોના વાઈરસની મહામારીને કારણે આજે બંધ કરાવવામાં આવ્યું હતુ. અને શહેરના તમામ મોલ પણ બંધ કરાવ્યા હતા. 
વડોદરા શહેરમાં છેલ્લા 80 વર્ષથી ભરાતા શુક્રવારી બજારને બંધ કરાવવા માટે આજે સવારે પોલીસની ટીમો પાલિકાની ટીમોને સાથે રાખીને પહોંચી ગઇ હતી. હાથીખાનાથી કારેલીબાગ જવાના રોડ ઉપર ભરાતા શુક્રવારી બજારમાં જુની-પુરાણી વિવિધ ચિજવસ્તુઓનું વેચાણ કરવા માટે વેપારીઓ આવે છે. એન્ટીક ચિજવસ્તુઓનો સંગ્રહ કરતા શોખીનો માટે આ બજાર હબ ગણાય છે. કોરોના વાઈરસની દહેશત વચ્ચે પણ આજે વેપારીઓએ પોતાનો ધંધો-શરૂ કર્યો હતો. પરંતુ કોરોના વાઈરસને પગલે પોલીસે તમામ પથારાઓ બંધ કરાવી દીધા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer