31મી માર્ચ સુધી મુંબઈની તમામ લોખંડ બજારો બંધ

મુંબઈ, તા. 21 : કોરોના વાઇરસનો ફેલાવો રોકવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપેલા દિશા નિર્દેશને અનુસરતા મુંબઈમાં કર્ણાક બંદર સહિતની તમામ લોખંડ બજારો, કળંબોલી સ્થિત સ્ટીલ માર્કેટ અને તળોજા સ્થિત કટર વર્ક્સ આજે મધરાતથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયાનું બૉમ્બે આયર્ન મર્ચંન્ટ્સ  ઍસોસિયેશન (બિમા)ના પ્રમુખ કમલ પોદારે જણાવ્યું હતું. પોદારે કહ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસનો ફેલાવો રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે દિશા-નિર્દેશો જાહેર કરાયા છે તેને માન આપીને આજે બપોરે બે વાગ્યે બિમા, દારૂખાના આયર્ન સ્ટીલ ઍન્ડ ક્રેપ મર્ચંટ્સ ઍસોસિયેશન (ડિસ્મા), સ્ટીલ ચેમ્બર અૉફ ઇન્ડિયા અને બૉમ્બે આયર્ન બ્રોકર્સ ઍસોસિયેશન (બિબા)ની સંયુક્ત બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે શાસન-પ્રશાસનની અપીલને માન આપીને આપણે મુંબઈની તમામ લોખંડ બજારો તેમ જ કળંબોલી અને તળોજામાં લોખંડ બજારના ગોદામો અને કટર વર્ક્સ સહિતના જે કામકાજ કરવામાં આવે છે તે તમામ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer