આજે પશ્ચિમ રેલવેની પરાંની 801 લોકલ ટ્રેનો દોડશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : રવિવાર 22 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી `જનતા કર્ફ્યુ' પાળવાની હાકલ કરી છે. તેના પ્રતિસાદ રૂપે પશ્ચિમ રેલવે રવિવારે પરાંની 477 ટ્રેનો ઓછી દોડાવશે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે દર રવિવારે સામાન્ય રીતે 1278 જેટલી લોકલ ટ્રેન સેવાઓ દોડે છે પરંતુ 22 માર્ચ રવિવારે 477 ટ્રેનો રદ કરવામાં આવી છે અને હવે 801 ટ્રેનો દોડશે. ડાઉનલાઇનમાં 244 અને અપલાઇનમાં 233 ટ્રેનો એટલે કે લગભગ 37 ટકા ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓને અપીલ કરી છે કે તમે અત્યંત અનિવાર્ય હોય એવા સંજોગોમાં જ ઘરથી બહાર નીકળો. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા આ અત્યંત જરૂરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer