કોરોના : આર્થિક ફટકો વેઠતા શ્રમિકોને યોગી સરકાર પ્રતિ માસ આપશે રૂપિયા એક હજાર

લખનઉ, તા.21: દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણે લોકોને આર્થિક રીતે પણ પ્રભાવિત કર્યા છે. એમાં પણ મજુર વર્ગને વધારે પ્રમાણમાં અસર થઇ છે. જેને ધ્યાનમાં લઇને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વનો નિર્ણય કરતા એલાન કર્યુ છે કે, પ્રદેશના 15 લાખ મજુરો અને 20.37 લાખ બાંધકામ કામદારોની દૈનિક જરૂરિયાતો પૂરી થઇ શકે તે માટે તેમને વ્યક્તિ  દીઠ રૂપિયા 1,000 પ્રતિ માસ આપવામાં આવે. કહેવામાં આવ્યું છે કે બેન્ક ખાતા ન ધરાવતા શ્રમિકોના ઝડપથી ખાતા ખોલાવીને  લેબર સેસના ફંડમાંથી તેમને ડીબીટી મારફતે રકમ પહોંચાડવામાં આવશે. ઉપરાંત શહેરમાં લારી ચલાવતા અને સાપ્તાહિક બજારમાં ધંધો કરતા વિચરતી પ્રકૃતિના લગભગ 15 લાખ શ્રમિકોના બેન્ક ખાતાઓની માહિતી સહિતનો ડેટાબેઝ નગર વિકાસ નિગમ દ્વારા આગામી 15 દિવસમાં તૈયાર કરાશે. આ શ્રમિકોને પણ માસિક 1,000 રૂપિયા અપાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer