નાગપુરમાં લોકડાઉનમાં માર્ગો પર ફરતા લોકોને કમિશનરની ચેતવણી

નાગપુર, તા. 21 : સરકારે અનેક વાર અપીલ કરી છે કે અતિજરૂરી તાકીદનું કામ ન હોય તે લોકોએ ઘરમાં જ રહેવું, છતાં અનેક નાગરિકો રસ્તા પર ફરતા જોવા મળે છે.
નાગપુર મહાપાલિકા કમિશનર તુકારામ મુંઢે આવા નાગરિકો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સંપૂર્ણ પ્રશાસન તમારા માટે માર્ગો પર છે, પણ તમે ઘરે બેસો, કૃપા કરીને મને બળનો ઉપયોગ કરવો પડે એવું નહીં કરો, એવી વિનંતી તેમણે બેજવાબદાર નાગરિકોને કરી છે.
લોકડાઉનનો અર્થ સમજી જાવ અને ઘરમાં બેસો, અન્યથા અમારે છેવટનાં પગલાં ભરવાં પડશે, એવી ચીમકી મુંઢેએ આપી છે. તમે સાથ આપ્યો હોત તો લોકડાઉનની જરૂર પડી ન હોત. લોકડાઉન એટલે લગભગ સંચારબંધી લાગુ પડી છે. તો પણ કેટલાક લોકો હજી સરેઆમ માર્ગો પર ફરે છે. ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે ઘરમાં બેસી રહો, એમ મુંઢેએ કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer