દુબઈથી આવેલા ધારાવીના રહેવાસીની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : દુબઈથી બુધવારે 18 માર્ચે અમિરાત ઍરલાઈન્સથી મુંબઈ આવેલા 43 વર્ષના ધારાવીના એક માણસના હાથ પર સેલ્ફ ક્વોરન્ટાઈનનો થપ્પો હોવા છતાં તે શેરીઓમાં ખુલ્લે આમ ફરી રહ્યો હતો. તેની ધારાવી પોલીસે ધરપકડ કરી હતી અને તેને અંધેરીની સેવન હીલ્સ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. 
નાસી જવાનો પ્રયાસ કરનારો યુવક પકડાયો 
દુબઈથી આવીને કોરોના સંબંધી નિયમો છાંડીને ઉત્તર પ્રદેશ પહોંચવા ટ્રેનમાં બેસી ગયેલા 30 વર્ષના યુવકને કલ્યાણ સ્ટેશને પોલીસે ટ્રેનમાંથી નીચે ઉતાર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ યુવક 17 માર્ચે દુબઈથી આવ્યો હતો અને નિયમ પ્રમાણે વાઇરસના ફેલાવા સંબંધી નિયમો પ્રમાણે હૉમ ક્વોરન્ટાઇન નહોતો થયો. સવારે સાડા અગિયાર વાગ્યે લાંબા અંતરની ટ્રેન કલ્યાણ સ્ટેશને પહોંચી ત્યારે પોલીસના ધ્યાનમાં આ વાત આવી જતા તેને તત્કાળ ટ્રેનમાંથી નીચે ઉતારીને કલ્યાણની સરકારી હૉસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer