દુબઈથી આવેલા બે પ્રવાસીઓને વિરારમાં ટ્રેનમાંથી ઉતારી મુકાયા

મુંબઈ, તા. 21 : હાથ પર ક્વોરેન્ટાઇનની નિશાની ધરાવતા દુબઈથી આવેલા બે પ્રવાસીઓને આજે વિરાર સ્ટેશને ઉતારી દેવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે મૂળ ભાવનગરની 27 વર્ષની એક મહિલા અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના 42 વર્ષના એક પુરુષ બાંદરા ટર્મિનસથી સુરતની ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેમના હાથ પર ક્વોરેન્ટાઇનની નિશાનીઓ રેલવે પોલીસના જોવામાં આવી હતી આથી તેમને આગળનો પ્રવાસ નહીં કરવા દેવાતાં વિરારમાં ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer