ઠાકરે સરકારનો રિમોટ કંટ્રોલ મારા હાથમાં નથી : શરદ પવાર

ઠાકરે સરકારનો રિમોટ કંટ્રોલ મારા હાથમાં નથી : શરદ પવાર
મુંબઈ, તા. 22 : ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મેં સરકાર બનાવી દીધી, સરકાર એનું કામ બરાબર કરી રહી છે. બધું બરાબર ચાલી રહ્યું છે તેથી મને નિંરાત છે, પરંતુ ઠાકરે સરકારનો રિમોટ કંટ્રોલ મારા હાથમાં નથી, એમ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું. આ સાથે જ પવારે એમ પણ કહ્યું હતું કે હજુએ જરૂર પડયે હું સરકારની સાથે ઊભો છું, પરંતુ સરકાર સાથે આનાથી વધુ કોઇ સંબંધ ન રાખવાનું મેં નક્કી કર્યું છે.
એક ખાનગી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં પવારે મહારાષ્ટ્ર સરકારમાં પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટતા કરી હતી. પવારે કહ્યું હતું કે ઠાકરે સરકાર પૂરા પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે. સરકાર બાબતે મને કોઇ શંકા નથી. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સહિયારી મહાવિકાસ આઘાડી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે જ. સરકારમાં સામેલ પાર્ટીઓના નેતાઓ પોતાના વિભાગોના કામ બરાબર કરી રહ્યા છે અને એકબીજાના કામમાં હસ્તક્ષેપ નથી કરતા. કોઇ પ્રશ્ન હોય તો સમન્વય સમિતિ મળીને તેનો તત્કાલ નિકાલ લાવે છે. તેથી સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે એ બાબતે કોઇ શંકા નથી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer