પૂરતા આરામથી વંચિત ઈશાંતે કહ્યું, ટીમ માટે હંમેશાં તૈયાર

પૂરતા આરામથી વંચિત ઈશાંતે કહ્યું, ટીમ માટે હંમેશાં તૈયાર
નવી દિલ્હી, તા. 22 : ઝડપી બોલર ઈશાન્ત શર્મા છેલ્લા બે દિવસથી મુસાફરી અને વ્યસ્તતાના કારણે  માત્ર ચાર કલાક જ આરામ કરી શક્યો છે. જો કે પહેલા ટેસ્ટમાં ઈશાન્ત શર્માના પ્રદર્શન ઉપર કોઈ અસર પડી નથી અને ન્યૂઝિલેન્ડની ત્રણ મહત્ત્વની વિકેટ મેળવી હતી. ત્રણ અઠવાડિયા પહેલા ઈશાન્ત શર્મા રણજી મેચ દરમિયાન ઈજાના કારણે લગભગ શ્રેણીમાંથી બહાર થયો હતો. જો કે 24 કલાકની મુસાફરી કરીને ટેસ્ટ મેચના 72 કલાક  અગાઉ મેચના સ્થળે પહોંચ્યો હતો.
ઈશાન્ત શર્માના કહેવા પ્રમાણે બે દિવસથી પૂરતો આરામ ન મળ્યો હોવાના કારણે થાકનો અનુભવ થઈ રહ્યો હતો. જેના કારણે જોઈએ તેવી બોલિંગ કરવામાં સફળ રહ્યો નહોતો. જો કે પોતે ટીમ માટે કંઈપણ કરી શકે છે તેમ ઈશાન્તે ઉમેર્યું હતું. ઈશાન્તના કહેવા પ્રમાણે ઈજાના કારણે મેચથી બહાર ફેંકાવાની પૂરી શક્યતા હતી જો કે એનસીએના સહયોગી સ્ટાફના કારણે ન્યૂઝિલેન્ડ સામે રમવા સક્ષમ બન્યો હતો.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer