ડેરેન સેમી બનશે પાકનો `િનશાન એ હૈદર''

ડેરેન સેમી બનશે પાકનો `િનશાન એ હૈદર''
માનદ નાગરિકતા આપવાનું પાકિસ્તાન સરકારનું એલાન
નવી દિલ્હી, તા. 22 : પાકિસ્તાન સરકારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીને દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીમાં ભૂમિકા ભજવવા માટે માનદ નાગરિકતાથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ 23 માર્ચના રોજ પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન એ હૈદરથી સન્માનિત કરવામાં આવશે. સેમી પાંચમા પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર જાલ્મીની આગેવાની કરી રહ્યો છે. 
સેમી પીએસએલમાં શરૂઆતથી જ રમી રહ્યો છે અને આગામી 23 માર્ચના રોજ પાકિસ્તાની રાષ્ટ્રપતિ આરિફ અલ્વી માનદ નાગરિકતા અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન એ હૈદરથી સેમીને સન્માનિત કરશે. 2017માં જ્યારે મોટાભાગના વિદેશી ખેલાડીઓએ સુરક્ષાના કારણોસર લાહોરમાં પીએસએલ ફાઈનલ રમવાનો ઈનકાર કર્યો હતો ત્યારે સેમીએ રમવાની સહમતિ વ્યક્ત કરી હતી અને પેશાવરે આગેવાનીમાં ખિતાબ જીત્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer