અૉસ્ટ્રેલિયા સામે જીતથી આત્મવિશ્વાસ વધશે : મિતાલી

અૉસ્ટ્રેલિયા સામે જીતથી આત્મવિશ્વાસ વધશે : મિતાલી
પૂનમ યાદવના શાનદાર પ્રદર્શનની પ્રશંસા
સિડની, તા. 22 : ભારતની સ્ટાર બેટ્સમેન મિતાલી રાજે સ્પિનર પૂનમ યાદવના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું હતું કે પહેલા મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવવાથી ભારતનો આત્મવિશ્વાસ વધશે. ટી20 વિશ્વકપના પહેલા મેચમાં પુનમની ચાર વિકેટની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યું હતું. 
મિતાલીએ આઈસીસી માટે લખેલી કોલમમાં કહ્યું હતું કે દરેક લોકો ઓસ્ટ્રેલિયાની બેટિંગની વાત કરે છે તેમ છતા ઓસ્ટ્રેલિયાની ટીમ 132 રનનું લક્ષ્ય મેળવી શકી નહોતી. ભારતનો આત્મવિશ્વાસ ઓસ્ટ્રેલિયા સામે મળેલી જીતથી વધશે પણ હજી વિશ્વકપમાં ઘણી શક્યતાઓ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચે સાબિતી આપી છે કે ટૂર્નામેન્ટ કેટલી પ્રતિસ્પર્ધાયુક્ત રહેશે અને રેન્કિંગની કોઈ અસર પડશે નહી. મિતાલીએ કહ્યું હતું કે જીતથી સાબિત થયું છે કે દરેક ટીમ માટે વિશ્વકપમાં તક છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer