પહેલી ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડની મજબૂત શરૂઆત

પહેલી ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડની મજબૂત શરૂઆત
ભારતીય ટીમ 165 રનમાં ઓલઆઉટ : બીજા દિવસના અંતે ન્યૂ ઝીલૅન્ડના પાંચ વિકેટે 216 રન : ઈશાંતની ત્રણ વિકેટ
વેંિલંગ્ટન, તા. 22 : ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલા પહેલા ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પુરી થવા સુધીમાં ન્યૂઝિલેન્ડે ભારત ઉપર 51 રનની સરસાઈ મેળવી લીધી હતી.   બીજા દિવસે ખરાબ પ્રકાશના રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ન્યૂઝિલેન્ડે પાંચ વિકેટના નુકશાને 216 કર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સને શાનદાર 89 રન કર્યા હતા. વિલિયમ્સનને શમીએ શિકાર બનાવ્યો હતો. આ ઉપરાંત ફાસ્ટ બોલર ઈશાન્ત શર્માએ સર્વાધિક ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. શમી-ઈશાન્ત ઉપરાંત રવિચંદ્રન અશ્વિને પણ એક વિકેટ પોતાના નામે કરી હતી. આ અગાઉ ભારતે બીજા દિવસની શરૂઆત કરી હતી અને 165 રનમાં ટીમ ઓલઆઉટ થઈ હતી. 
પહેલી ઈનિંગમાં ભારતના 165 રનના જવાબમા ન્યૂઝિલેન્ડે પોતાની ઈનિંગની મજબૂત શરૂઆત કરી હતી. ભારતને 11મી ઓવરમાં ઈશાન્ત શર્માએ ટોમ લેથમને આઉટ કરીને સફળતા અપાવી હતી. ત્યારબાદ ટોમ બ્લંડેલ (30) અને કેન વિલિયમ્સને ઈનિંગ સંભાળી હતી. બન્ને વચ્ચે 47 રનની ભાગીદારી થઈ હતી તેવામાં ઈશાન્તે બ્લંડલને ક્લિન બોલ્ડ કર્યો હતો. 
બ્લંડલ આઉટ થયા બાદ પોતાનો 100મો ટેસ્ટ રમી રહેલો રોસ ટેલર મેદાનમાં ઉતર્યો હતો. કેપ્ટન વિલિયમસને રોસ ટેલર(44) સાથે મળીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. બન્નેએ મળીને 93 રનની ભાગીદારી કરી હતી અને ભારત ઉપર સરસાઈ પણ મેળવી હતી. જો કે કિવિ ટીમને એક રનની લીડ મળી હતી ત્યારે ઈશાન્ત શર્માએ રોસ ટેલરને 44 રનના અંગત સ્કોરે પેવેલિયત પરત મોકલ્યો હતો. ત્યારબાદ વિલિયમસન 89 રને શમીની ઓવરમાં આઉટ ગયો હતો. જ્યારે હેનરી નિકોલ્સ રુપમાં રવિચંદ્રન અશ્વિનને  પહેલી સફળતા મળી હતી. આ અગાઉ ભારતે મેચના બીજા દિવસે પાંચ વિકેટે 122 રને સ્કોર આગળ ધપાવ્યો હતો પણ એક કલાકની અંદર જ ટીમ 166 રને ઓલઆઉટ થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer