ટ્રમ્પને ભેટમાં અપાશે આરસનો તાજમહેલ, ચાંદીની ચાવી

તાજમહેલની મુલાકાતમાં ટ્રમ્પને સોગાત પેટે આપવાની વસ્તુઓ તૈયાર
આગ્રા,તા. 22 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આગામી 24 ફેબ્રુઆરીએ તાજમહેલની મુલાકાત દરમિયાન યાદગીરીરૂપે કલાકૃતિઓ ભેટમાં આપવામાં આવશે. રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત આવી રહેલા ટ્રમ્પને આરસપહામનો ટેબલ લેમ્પ અને ભરતકામ કરેલો મોર ભેટ તરીકે અપાશે.
આગ્રાના મેયર નવીન જૈને કહ્યું હતું કે, 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પને ચાંદીની 600 ગ્રામની ચાવી ભેટમાં અપાશે. ચાવી ટ્રમ્પને સંદેશ આપશે કે આગ્રામાં તેમનું હંમેશા સ્વાગત છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટ્રમ્પના આગમનની તૈયારીઓની સમીક્ષા કરવા આગરા પહોંચ્યા હતા ત્યારે ટ્રમ્પને આપવામાં આવનારી સોગાતો રજૂ કરાઈ હતી. સૂત્રના કહેવા મુજબ યોગી એ તમામ સોગાતો ઉપર પોતાની સહમતિ દર્શાવી હતી. જો કે, ટ્રમ્પને આપવાની ભેટનો અંતિમ નિર્ણય અમેરિકી સુરક્ષા એજન્સીની સહમતિ બાદ જ લેવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer