હાથીઓને ટ્રેનની અડફેટે આવતાં બચાવવા માટે વડોદરાની યુવતીએ શરૂ કર્યું અભિયાન

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા,તા. 22 : ભારતમાં પશુ, પક્ષીઓ ઝાડ અને પાનને પણ દેવતા માનવામાં આવે છે અને તેની પૂજા થાય છે. ગણેશજીનું સ્વરૂપ મનાતા હાથીનું તો વિશેષ પૂજન થાય છે. બીજી તરફ ભારતના જંગલોમાં એક સમયે લાખો જંગલી હાથીઓ હતા હવે માત્ર 25,000 બચ્યા છે, એમ મૂળ વડોદરાના પણ હાલ ગોવા રહેતા શગુન મહેરાએ જણાવ્યું હતું. 
શગુને જણાવ્યું હતું કે, ભારતમાં હાથીઓના મોતનું  સૌથી મોટું કારણ છે ટ્રેન અકસ્માત.  ઉત્તરાખંડ, તમિલનાડુ, કર્ણાટક, કેરાલા, ઝારખંડ, ઓરિસ્સા, બંગાળ અને આસામમાં હાથીઓનું અસ્તિત્વ છે અહીંના જંગલોમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર હાથીઓ આવી જતા હોય છે અને ટ્રેનની અડફેટે તેમનું મોત થાય છે. દર વર્ષે 350 થી વધુ હાથીઓ ટ્રેનની અડફેટે મરે છે મતલબ કે રોજ એક હાથીનું મોત થાય છે. 
હાથીઓને બચાવવા ઈઅર ટુ વાઈલ્ડ નામનું અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનમાં ક્રિકેટર સચીન તેંડુલકર, ચિત્રકાર રેખા રો ડ્ડવિટ્ટિયા, વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ તેમન પિતા અને વાંકાનેરના રાજવી ડો.એમ.કે.રણજિતસિંહ ઝાલા સહિતના દિગ્ગજો જોડાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer