`કવિ''ને પોલીસ સ્ટેશને લઈ જનારા ટૅક્સી ડ્રાઇવરનું ભાજપે કર્યું સન્માન

`કવિ''ને પોલીસ સ્ટેશને લઈ જનારા ટૅક્સી ડ્રાઇવરનું ભાજપે કર્યું સન્માન
મુંબઈ, તા. 8 : ટેક્સીમાં સવાર કવિ બપ્પીદિત્ય સરકાર પોતાના ફોન પર કોઇક સાથે નાગરિકતા સુધારિત કાયદા (સીએએ)ના વિરોધમાં વાતચીત કરી રહ્યા હતા એ સાંભળીને ઉબેર (ટેક્સી) ડ્રાઇવર રોહિત ગૌર આ કવિને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. મુંબઈ ભાજપ દ્વારા આજે આ ટેક્સી ડ્રાઇવરને અલર્ટ સિટિઝનનું સન્માન આપ્યું હતું.
મુંબઈ ભાજપના અધ્યક્ષ અને વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ ભાજપના કાર્યકરો સાથે ટેક્સી ડ્રાઇવર ગૌરને એક મોટા કદના સફેદ કાગળ પર હાથેથી `અલર્ટ સિટિઝન અવૉર્ડ' લખીને સન્માન આપ્યું હતું અને તેનો ફોટો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. આ ફોટા સાથેના ટ્વીટમાં લોઢાએ લખ્યું હતું કે રોહિત ગૌરે નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં રાષ્ટ્ર વિરોધી ષડયંત્ર કરી રહેલા ઉબર ટેક્સી યાત્રીને પોલીસને સોંપ્યો હતો. રોહિત ગૌરને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં બોલાવીને મુંબઈગરાઓ તરફથી અભિનંદન આપ્યા અને અલર્ટ સિટિઝન અવૉર્ડ આપીને તેમનું સન્માન કરાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer