ચીનમાં કોરોના વાઈરસથી મરણાંક 725

ચીનમાં કોરોના વાઈરસથી મરણાંક 725
અમેરિકા, જાપાનના બે નાગરિકનાં મોત, દર્દીઓની સંખ્યા વધીને 34,598
બીજિંગ, તા. 8 : ચીનના ઘાતક કોરોના વાયરસનાં કારણે એક અમેરિકી મહિલા અને એક જાપાની પુરુષનાં મોત થયાં છે. કોરોનાથી જીવ ખોનાર આ બે પ્રથમ વિદેશીઓ છે. ચીનમાં આ જીવલેણ વાયરસનો ભોગ બનનાર મૃતકોની સંખ્યા 725 પર પહોંચી ગઈ છે, તો કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 34,598ની થઈ છે. 
વુહાનમાં 60 વર્ષીય અમેરિકી મહિલાનાં મોતને સમર્થન આપતાં અમેરિકી દૂતાવાસે કહ્યું હતું કે, વુહાનમાં જીનયીનતાંગની હોસ્પિટલમાં છ ફેબ્રુઆરીનાં મહિલાએ જીવ ખોયો હતો. 
ચીની વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે, ચીનમાં કુલ 19 વિદેશી નાગરિકો કોરોના વાયસરના દર્દી હોવાનું જાણવા મળ્યું છે અને એ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાપાનનાં વિદેશ મંત્રાલયે પણ કહ્યંy હતું કે, તેના એક નાગરિકે કોરોનાનાં કારણે જાન ગુમાવ્યો છે. 
 કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. 
ચીનના જુદા જુદા શહેરોમાં 6 કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના  વાયરસનો ચેપ દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલાં દુનિયાના દેશો લઇ રહ્યા છે. આ સૌથી વધારે અસરગ્રસ્ત એવા પ્રાંતમાં 800થી વધારે લોકો સાજા થઇ ગયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 
બીજી બાજુ કોરાના વાયરસે આંતક મચાવી દીધા બાદથી ચીનમાંથી પોતાના નાગરિકોને ખસેડી લેવાનો સિલસિલો યથાવત રીતે જારી રહ્યો છે. નાના બાળકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer