નવી મુંબઈમાં બહુમાળી ઈમારતમાં વિકરાળ આગસાત ફાયરમૅન જખમી

નવી મુંબઈમાં બહુમાળી ઈમારતમાં વિકરાળ આગસાત ફાયરમૅન જખમી
નવી મુંબઈ, તા. 8 : નેરૂલના સીવૂડ્સ સેક્ટર 44માં આવેલી 21 માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં અગ્નિશમન દળના સાત જવાનો જખમી થયા છે. તેમને સારવાર માટે વાશીની એમજીએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
આજે સવારે સાત વાગ્યાની આસપાસ સીવૂડ્સ સેક્ટર 44ની 21 માળની ઈમારત સી હોમ્સના 18માં અને 19માં માળે આગ લાગી હતી. આગ લાગી હોવાનું ધ્યાનમાં આવતા જ આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ અગ્નિશમન દળની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ આગનું જોર વધુ હોવાથી તેને બુઝાવવામાં તકલીફ પડી રહી હતી. તેમ જ ઈમારત ગગનચૂંબી હોવાથી આગ પણ ઝડપથી પ્રસરી રહી હતી. ઊંચાઈ પર લાગેલી આગ બુઝાવવામાં અનેક અડચણો આવે છે. 
દરમિયાન આગ બુઝાવી રહેલા અગ્નિશમન દળના સાત જવાનો જખમી થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક વાશીની એમજીએમ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. સદ્નસીબે કોઈને જાનહાનિ થઈ નહોતી. ત્રણ કલાક પછી 10.30 વાગ્યાની આસપાસ આગ કાબૂમાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer