એપીએમસી માર્કેટમાં આફૂસ 3000 રૂપિયા ડઝન

એપીએમસી માર્કેટમાં આફૂસ 3000 રૂપિયા ડઝન
નવી મુંબઈ, તા. 8 : મુંબઈગરાની પ્રિય આફૂસ કેરીની પધરામણી નવી મુંબઈની જથ્થાબંધ ફળ બજારમાં થઈ ચૂકી છે, પરંતુ પ્રારંભમાં તેના ભાવ આમઆદમી કે મધ્યમ વર્ગને પરવડે એવા નથી હોતા. શરૂઆતની રવાનગીમાં આ કેરી પ્રતિ ડઝન 3000 રૂપિયામાં વેચાઈ હોવાના અહેવાલ છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ તાલુકામાંથી આ આવક થઈ છે.
જોકે, આવક હજી જૂજ હોવાથી નિકાસની શરૂઆત થઈ નથી.
એપીએમસીના આસિસ્ટન્ટ સેક્રેટરી સી એમ સોમકુવારે જણાવ્યું હતું કે આ સપ્તાહમાં નાના જથ્થામાં ત્રણ વાર કેરીની આવક થઈ હતી. વાશી એપીએમસી ફળ બજારના ભૂતપૂર્વ ડાયરેક્ટર સંજય પાનસરેએ જણાવ્યું હતું કે પ્રારંભમાં થોડા ડઝનની આવક થઈ છે.
સિધુદુર્ગ જિલ્લાના બાગાયતદાર અરવિંદ વાલકેએ જણાવ્યું હતું કે આ વર્ષે પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના પાકને વિપરીત અસર થઈ છે. ખેડૂતોએ કેરીના પાકની વિશેષ માવજત લેવી પડી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer