ભારતીય મહિલા ટીમે ઓસીને હરાવ્યું

ભારતીય મહિલા ટીમે ઓસીને હરાવ્યું
173 રનના લક્ષ્યાંકને 19.4 ઓવરમાં મેળવ્યો : શેફાલી અને મંધાનાને જીતનો શ્રેય : ત્રિકોણીય ટી-20 શ્રેણીમાં આશા જીવંત 
મેલબર્ન, તા. 8 : સ્મૃતિ મંધાનાની અડધી સદીના દમ ઉપર ભારતે અંતે બેટિંગ ફોર્મ પરત મેળવતા ઓસ્ટ્રેલિયાને સાથ વિકેટે હરાવીને ત્રિકોણિય ટી20 શ્રેણીમાં પ્રવેશની આશા જાળવી રાખી છે.ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 173 રન કર્યા હતા. જેમાં એશલે ગાર્ડનરના 57 બોલમાં 93 રન સામેલ છે. મેગ લેનિંગે 22 બોલમાં 37 રન કર્યા હતા. જ્યારે ભારતે 19.4 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું હતું. 
ભારત તરફથી ઓપનિંગ બેટસમેન શેફાલી વર્માએ 28 બોલમાં 49 રન અને મંધાનાએ 48 બોલમાં 55 રન કર્યા હતા. આ જીત સાથે ભારત રેન્કિંગમાં ઈંગ્લેન્ડ બાદ બીજા ક્રમાંકે છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે થનારા અંતિમ લીગ મુકાબલાથી સ્પષ્ટ થશે કે ફાઈનલ કઈ ટીમો વચ્ચે રમાશે. બે વખત નાકામ રહ્યા બાદ આજે 16 વર્ષની શેફાલીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. 
શેફાલીએ  પોતાની ઈનિંગમાં  8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મંધાનાએ ઈનિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.છ જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 19 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 30 રન કર્યા હતા. હરમનપ્રીત કૌરે 20 બોલમાં 20 રન બનાવીને નોટઆઉટ રહી હતી. કૌરે મંધાના સાથે 42 રનની ભાગીદારી નોંધાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer