સ્પોટ ફિક્સિંગ કેસમાં પાકિસ્તાની ખેલાડી નાસિર જમશેદને 17 મહિનાની જેલ

સ્પોટ ફિક્સિંગ કેસમાં પાકિસ્તાની ખેલાડી નાસિર જમશેદને 17 મહિનાની જેલ
નવી દિલ્હી, તા. 8 : પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદને પાકિસ્તાન સુપર લીગમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપમાં 17 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. જમશેદની બ્રિટિશ નાગરીક યુસૂફ અનવર અને મોહમ્મદ એજાજ સાથે ધરપકડ થઈ હતી. આરોપીઓએ શરૂઆતમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાનો ઈનકાર કર્યો હતો. જમશેદ ઉપર પીએસએલ 2018 દરમિયાન ઈસ્લામાબાદ યુનાઈટેડ અને પેશાવર જાલ્મી વચ્ચે દુબઈમાં રમાયેલા મેચ દરમિયાન જાણીજોઈને ખરાબ પ્રદર્શન કરવા માટે ખેલાડીઓને ઉશ્કેરવાનો આરોપ છે. જમશેદ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં દોષિત ઠેરવાયો હતો. પીસીબીએ જમશેદ ઉપર ઓગષ્ટ 2018મા 10 વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer