બાબરી નહીં, નવી અમન મસ્જિદ બાંધવા ધાનીપુર તૈયાર

જોકે સુન્ની વક્ફ બોર્ડ અવઢવમાં
અયોધ્યા, તા. 8 : ઉત્તર પ્રદેશની સરકારે અયોધ્યાથી 24 કિ.મી.ના અંતરે ધાનીપુર ખાતે અગાઉની બાબફરી મસ્જિદ માટે જમીન ફાળવી છે. અગાઉની અયોધ્યાસ્થિત મસ્જિદને સ્થાને ફૈઝાબાદ જિલ્લામાં નવી મસ્જિદ માટે પાંચ એકર જમીનની ફાળવણી કરાઈ છે. જોકે, સુન્ની વક્ફ બોર્ડ હજુ જમીન સ્વીકારવા પૂરી રીતે તૈયાર નથી.
આમ છતાં સૂફી સંત શાહગાડ બાબાની દરગાહની નજીક ફાળવાયેલ નવી મસ્જિદના નિર્માણ માટેની જમીન બાબતે સ્થાનિક ગ્રામજનોમાં ઉત્સાહ છે. સ્થાનિક નાગરિક મોહમદ ફહીમ ખાને જણાવ્યું હતું કે `બાબર ભારતના મુસ્લિમોનો પ્રતિનિધિ ન હતો. અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અને દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઔલિયા જેવા સંતો ભારતમાં મુસ્લિમ માટે પ્રેરણારત છે. જેઓનો સંદેશ ભાઈચારો-શાંતિ છે.'
તેમણે જણાવ્યું હતું કે `હવે નવી મસ્જિદ બંધાશે, તો અમે તેનું નામ બાબરી નહીં  `અમન મસ્જિદ' રાખીશું. અન્ય રહીશ - સોહરાબ ખાને જણાવ્યું કે `ભવ્ય મસ્જિદ માટે સરકારે વધુ 25 એકર જમીન ફાળવણી જોઇએ.'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer