ચીને બદલ્યું કોરોનાનું નામ

બીજિંગ, તા. 8 : ચીનનાં રાષ્ટ્રીય આરોગ્ય પંચે કરોના વાયરસને અસ્થાયી રૂપે સત્તાવાર નામ `નોવલ કોરોના વાયરસ ન્યુમોનિયા' (એનસીપી) આપ્યું છે. પંચે કહ્યું હતું કે, કોઇ સ્થાયી નામ અપાય, ત્યાં સુધી ચીની સરકારી વિભાગો દ્વારા આ જ નામનો ઉપયોગ કરાશે.
ઉલ્લેખનીય છે કે, નવા વાયરસનું નામ ઇન્ટરનેશનલ કમિટી ઓન ટેકસોનોમી ઓફ વાયરસ દ્વારા રખાય છે. થોડા દિવસમાં જ નવું નામ જાહેર કરાશે.
દરમ્યાન, એક બ્રિટિશ વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો હતો કે, દુનિયાભરમાં કેરોના વાયરસના ચેપવાળા દર્દીઓનો જે આંકડો બતાવાય છે, તેની સંખ્યા 10 ગણી વધુ હોઇ શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer