લો ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટનું મુખ્ય પ્રધાન રૂપાણીના હસ્તે લોકાર્પણ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8 :અમદાવાદ શહેર હૃદય સમા લોગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટનું આજે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ થયું હતું. માણેકચોક બાદ અમદાવાદમાં સૌથી વધારે ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન ખાતે ખાઉ ગલી હેપ્પી સ્ટ્રીટ ફૂડ બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા, મેયર બિજલબેન પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની ઉપસ્થિતિમાં આજે મુખ્યપ્રધાને આ હેપ્પી સ્ટ્રીટ ખુલ્લી મુકી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ ઉદ્દઘાટનની સાથે અહીં સેન્ડવીચનો આદંન ઉઠાવ્યો હતો. મુખ્યપ્રધાને સમગ્ર સ્ટ્રીટનું નિરીક્ષણ પણ કર્યુ હતું. 
મુખ્યપ્રધાને કહ્યુ ંકે, શહેરીજનો માટે વધારે એક આક,ઍણ ઉમેરાયું છે. અહીં લોકો પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકશે. લોકોને સંપૂર્ણ સ્વચ્છ વાતાવરણમાં હાઇજેનિક વસ્તુઓ પ્રાપ્ત થઇ શકશે. હેરિટેજ સિટી આધુનિક પમ એટલું જ છે તેનું પ્રતિક છે આ હેપ્પી સ્ટ્રીટ. જો કે સીસીટીવી કેમારા નહીં લગાવવામાં આવ્યા હોવાના કારણે સુરક્ષા સામે સવાલો થતા મુખ્યપ્રધાને કહ્યું કે, હજુ શરૂઆત થઇ છે. સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવશે. આ અનોખો પ્રયાસ છે તેમાંથી પ્રેરણા લઇને અન્ય શહેરો પણ તેને અપનાવશે. 
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર માસમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઇ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂા.2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી. હેપ્પી સ્ટ્રીટ ફૂડમાં બપોરે 4 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ટુ વ્હીલરના 20 રૂપિયા અને ફોર વ્હીલરના 50 રૂપિયા પ્રતિ કલાકનો પાર્કિગ ચાર્જ ચૂકવવો પડશે. કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું હતું. જેથી કોર્પોરેશનને વાર્ષિક કમાણી રૂા.25.30 લાખની થવાનો અંદાજ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer