આપખુદ શાસન પાસેથી આવી જ અપેક્ષા હતી મહેબૂબાની પ્રતિક્રિયા

જમ્મુ, તા. 8: નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા અને પોતાની સામે જાહેર સુરક્ષા ધારા (પીએસએ) હેઠળ કેસ થયાના થોડા જ સમયમાં પીડીપીના વડા મહેબૂબા મુફતીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે આપખુદ સરકાર આવુ કરશે જ તેવી ધારણા હતી. સવાલ એ છે કેટલો લાંબો સમય સુધી આપણે પ્રેક્ષક બની રહેશું, બીજી તરફ આ રાષ્ટ્ર જેનું પ્રતિનિધિત્વ કરી રહ્યુ છે તેને તેઓ અપવિત્ર કરી રહ્યા છે એમ મહેબૂબા અટકાયતમાં છે ત્યારથી તેમનો સત્તાવાર અકાઉન્ટ ઓપરેટ કરતી તેમની પુત્રી ઈલ્તિજાએ ટવીટ કર્યુ હતું.
નેશનલ કોન્ફરન્સના મહામંત્રી અલી મુહમ્મદ સાગર, એનસીના વિધાન પરિષદના પુર્વ સભ્ય બશીર વીરી અને પીડીપીના નેતા સરતાજ મદની સામે ય, ગુરુવારે એમએલએ હોસ્ટેલમાંથી મુકત કરાયા બાદ તરત તેઓ સામે પીએસએ હેઠળ કેસ નોધાયો હતો.
ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફતીને અનુક્રમે હરિનિવાસ અને શ્રીનગરના એમએ રોડ પરના બંગલામાં નજરકેદ હેઠળ રખાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer