નવી આઈટી સ્કીમ અપનાવી 69 ટકા કરદાતા પૈસા બચાવી શકશે

મહેસૂલ સચિવ અજયભૂષણ પાન્ડેનો દાવો
નવી દિલ્હી, તા. 8: આવક વેરો ચૂકવનારા પૈકીના જે લોકો નવી આવક વેરા સ્કીમ ભણી વળે તો વેરા ભરનારા પૈકીના બે-તૃતીયાંશ લોકો નાણાં બચાવી શકશે એમ એક ટોચના સરકારી અધિકારીએ 18-19ના ફાઈલિંગ્સનું પૃથકકરણ ટાંકતાં જણાવ્યુ હતું. આ ફાઈલિંગ્સ દર્શાવે છે કે કરદાતાઓના બહુ નાના હિસ્સાએ ટેક્ષ લાયેબિલિટી નીચી લાવતા મુકિત વિકલ્પને પૂર્ણપણે ખપમાં લીધો છે.
નવી સ્કીમ થકી કરદાતાને જૂના કરતા ખાસો નીચો દર મળે છે, પરંતુ તેમાં 70થી 120 `િડડક્શન્સ' નાબૂદ કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વેળા જણાવ્યુ હતું કે આ સ્કીમ લોકોને બચતમાં નાણાં મૂકવાની ફરજ પાડવાને બદલે નાણાં લોકોના હાથમાં રહે તેવી નેમ ધરાવે છે.
મને સકારણ એવો આત્મવિશ્વાસ છે કે આશરે 80 ટકા કરદાતાઓને નવું કરમાળખું લાભદાયી જણાશે અને મારા એ અંદાજના ટેકામાં મારી પાસે ડેટા એનાલિટિકસ છે...અમે  18-19ના આર્થિક વર્ષના ટેક્ષ ડેટા બેઈઝનું, કરદાતાઓને ઉપલબ્ધ એવા લગભગ તમામ પ્રકારના ડિડક્શન્સ અને મુકિતઓ સાથે પૃથકકરણ કર્યુ છે, અને જણાયું છે કે કરદાતાઓ પૈકીના 69 ટકા લોકો કરદાતાઓ, નવા કરમાળખા તરફ વળવાથી રૂ. 78,000ની બચત કરી શકે તેમ છે એમ મહેસૂલ સચિવ અજયભૂષણ પાન્ડેએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.
પૃથકકરણ મુજબ પાંચ કરોડ 78 લાખ કરદાતાઓમાંના રૂ. 4 લાખથી વધુ રકમના ડિડકશન્સ અને મુકિતનો દાવો કરનારા માત્ર 0.6 ટકા કરદાતાઓએ જ હતા, અને રૂ. બે લાખ માટે કલેઈમ કરનારા 8.4 ટકા હતા. 
સૂચિત નવા કરમાળખામાં વ્યકિતએ રૂ. પાંચ લાખથી રૂ. 7 લાખ વચ્ચેની આવક ધરાવનારે ઘટાડેલા દસ ટકાના દરે વેરો ભરવાનો રહે છે, જેનું પ્રમાણ હાલ વીસ ટકા છે. રૂ. 7લાખથી રૂ. દસ લાખ વચ્ચેની આવક ધરાવનારાએ  (વર્તમાન વીસ ટકાને બદલે) પંદર ટકા નવો વેરા દર પંદર ટકા છે. એવી જ રીતે રૂ. દસથી રૂ. 12 લાખની આવક ધરાવનારે (હાલના 30 ટકાના બદલે) વીસ ટકા અને 12 લાખથી 15 લાખ વચ્ચેની આવક ધરાવનારે (હાલના 30 ટકાના બદલે) પચીસ ટકા વેરો ભરવાનો રહેશે.  રૂ. પંદર લાખથી વધુ આવક ધરાવનાર માટે 30 ટકા વેરો યથાવત્ રહે છે.
ગયા વર્ષના કરદાતાઓમાંથી 91 ટકાએ રૂ. બે લાખથી ઓછી થવા જતા ડિડકશન માટે દાવો કર્યો હતો. તેમાં જીપીએફ, પીપીએફ, એલઆઈસી પ્રીમિયમ ચૂકવણીઓ, હેલ્થ ઈન્શ્યોરન્સ અને હાઉસિઁગ લોનોની રીપેમેન્ટનો સમાવેશ થાય છે. જેઓ જૂની સ્કીમને વળગી રહેવાનું પસઁદ કરે છે તે સૌ માટે આ ટેક્ષ બ્રેક વિકલ્પ અપાવાનું ચાલુ રહે છે એમ પાન્ડેએ જણાવ્યુ હતું. આ 91 ટકામાંથી આશરે અગિયાર ટકા નાણાંકીય દૃષ્ટિએ `ન નફા ન નુકસાન'ની પરિસ્થિતિમાં ગણાવી શકાય તેવા છે એમ પાન્ડેએ વધુમાં કહ્યુ હતુ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer