અર્થતંત્ર માટે નુકસાનકારક વસ્તુની આયાત-નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી શકાશે

નવી દિલ્હી, તા. 8 : સરકારે કસ્ટમ્સ એક્ટમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી સ્થાનિક અર્થતંત્રને હાનિ પહોંચાડતા માલની આયાત કે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની સત્તા મળે. આ પ્રસ્તાવ મંજૂર થાય તો ચીનનાં સસ્તાં રમકડાં અને ફટાકડાની આયાત ઉપર પ્રતિબંધ મૂકી શકાશે.
અત્યાર સુધી સરકાર ફક્ત સોના અને ચાંદીની આયાત/નિકાસ ઉપર કસ્ટમ્સ ઍક્ટ, 1962 અંતર્ગત પ્રતિબંધ મૂકી શકે છે.
સરકારી સૂત્રોએ કહ્યં કે -ખાસ પરિસ્થિતિઓમાં જ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાશે. મુખ્ય હેતુ ચીન સાથેની વેપાર ખાદ્ય ઘટાડવાનો છે. ચીનથી મોટા પ્રમાણમાં રમકડાં, ફટાકડા અને સોલાર પાવરનાં સાધનો ભારતમાં આયાત થાય છે. વૈશ્વિક સ્તરે સુરક્ષાત્મક નીતિઓ અપનાવીને સ્થાનિક કંપનીઓને રક્ષણ આપી અર્થતંત્રની વૃદ્ધિ કરવાના પ્રયાસો ચાલુ છે. એવામાં ભારત સરકારે આ નિર્ણય લીધો છે.
ઈવાયના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યં કે, સરકારને આ નવા અધિકાર મળ્યા બાદ અર્થતંત્રને રક્ષણ મળશે તેમ જ સ્થાનિક પ્રોડક્ટ્સનો વપરાશ અને ઉત્પાદન વધશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer