મહારાષ્ટ્રમાં 100 યુનિટ સુધીની વીજળી મફત?

મુંબઈ, તા. 8 : દિલ્હીની જેમ મહારાષ્ટ્રમાં પણ દર મહિને 100 યુનિટ સુધીની વીજળી વાપરનારા ઘરગથ્થુ ગ્રાહકોને મફત વીજપુરવઠો આપવાની યોજના પર રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. આ યોજના પાછળ સરકારી તિજોરી ઉપર 7100 કરોડ રૂપિયાનો બોજો આવવાનો અંદાજ છે. `મહાવિતરણ' અને રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ જોતાં આ બોજો કોણ ઉઠાવશે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આથી મહારાષ્ટ્રમાં લોકોને વિનામૂલ્ય વીજળી મળશે કે તે માત્ર વચનનું ``ગાજર'' પુરવાર થશે એવી ચર્ચા ચાલી રહી છે.
દિલ્હીમાં દર મહિને 200 યુનિટ સુધીના વીજ વપરાશ માટે ઘરગથ્થુ ગ્રાહકોને મફત વીજળી પૂરી પાડવામાં આવી રહી છે અને એ પ્રમાણે મહારાષ્ટ્રમાં 100 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના વિચારાધીન હોવાની માહિતી રાજ્યના ઊર્જાપ્રધાન નીતિન રાઉતે આપી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer