ઉત્તર ભારતમાં ઠંડી હજી વધવાના સંકેત : હિમવર્ષા જારી

ઉત્તર ભારતમાં ઠંડી હજી વધવાના સંકેત : હિમવર્ષા જારી
નવી દિલ્હી, તા. 18: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની ચાદર વચ્ચે જનજીવન ઠપ થયેલું છે. હાલમાં કાતિલ ઠંડીથી કોઇ રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી, કારણ કે હજુ તો ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહીને યથાવત્ રાખવામાં આવી છે જેથી કેટલાક દિવસ મુશ્કેલ ભરેલા રહી શકે છે. એકબાજુ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં હિમવર્ષા થઇ રહી છે. સાથે સાથે વરસાદ અને હિમવર્ષા હાલમાં જારી રહી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer