રાહુલને સંસદમાં ચૂંટી કેરળે આપત્તિ નોતરી છે

રાહુલને સંસદમાં ચૂંટી કેરળે આપત્તિ નોતરી છે
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાનું વક્તવ્ય  
કોઝીકોડ તા.18: કઠોર પરિશ્રમી અને સ્વયંસિદ્ધ નરેન્દ્ર મોદી સામે પાંચમી પેઢીના વંશજ રાહુલ ગાંધીને ભારતીય રાજકારણમાં કોઈ ચાન્સ નથી અને રાહુલને સંસદમાં ચૂંટી મોકલીને કેરળે આપત્તિજનક કામ કર્યુ છે એમ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગઈ કાલે જણાવેલ છે. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન મહાન પક્ષ રહેલા કોગ્રેસનું આજે કે દયનીય કૌટુંબિક પેઢીમાં થયેલુ સંકોચન,  આજે ભારતમાં હિન્દુત્વ અને જિંગોઈઝમ (દેશાભિમાન) ઉતરી આવવા માટેના કારણો પૈકી એક છે. અંગત રીતે મારે રાહુલ ગાંધી વિરુદ્ધ કંઈ નથી. તેઓ એક સાલસ અને સુચારુ ઈન્સાન છે, પરંતુ યુવા ભારતને કંઈ પાંચમી પેઢીનો વંશજ નથી જોઈતો. ગુહાએ કેરલ લિટરેચર ફેસ્ટિવલના આજના બીજા દિવસે `દેશભકિત વિ. દેશાભિમાન' વિષય પરની ટોકમાં બોલતાં જણાવ્યુ હતું. શ્રોતાગણને સંબોધતાં તેમણે જણાવ્યુ હતું કે કેરળ, તમે ભારત માટે ઘણું ઘણું અદભુત કર્યુ છે, પરંતુ એક આપત્તિજનક બાબત તમે કરી છે તે છે રાહુલ ગાંધીને સંસદમાં ચૂંટી મોકલવાની.
ગુહાએ વધુમાં કહ્યુ હતું કે નરેન્દ્ર મોદીનો મોટો લાભ એ છે કે તેઓ રાહુલ ગાંધી નથી. તેઓ (મોદી) સેલ્ફમેઈડ છે. પંદર વર્ષ સુધી તેમણે રાજયની ધૂરા સંભાળી હતી, તેમને વહીવટી અનુભવ છે, તેમનો કઠોર પરિશ્રમ અતુલ્ય છે અને તેઓ કદી યુરોપમાં રજાઓ ગાળવા નથી ગયા, યાદ રહે કે હું આ બધું ગંભીરપણે કહી રહ્યો છું. પણ જો રાહુલ ગાંધી વધુ બુદ્ધિવાન હોત, વધુ કઠોર પરિશ્રમી હોત, યુરોપ જવા કદી રજા લેતા ન હોત તો ય (ગાંધી પેઢીના) પાંચમા વંશજ તરીકે તેઓ એક સેલ્ફ મેઈલ ઈન્સાન સામે તેઓ પ્રતિકુળ સ્થાને જ રહે છે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને ય આડે હાથ લેતાં ગુહાએ જણાવ્યુ હતું કે `તેઓ મને મુઘલ વંશના અંતિમ વર્ષોની યાદ અપાવે છે, તેઓ પોતાના સામ્રાજયથી કેવા અલિપ્ત અને અળગા રહેતા હતા. ભારત હવે વધુ લોકતાંત્રિક અને ઓછું સામંતશાહી બની રહ્યું છે અને ગાંધી કુટુંબને આ વાતની પ્રતીતિ નથી. તમે (સોનિયા) દિલ્હીમાં છો અને તમારી સામ્રાજય-હકુમત- વધુ ને વધુ ડૂબી રહી છે અને તે પછીય તમારા ચમચાઓ તમને કહેતા ફરે છે કે તમે હજી બાદશાહ છો !'
ગુહાએ નેહરુ-ગાંધી પરિવારની કથની સંદર્ભે પોતાના શિક્ષક અને ભારતીય સમાજશાત્રી આન્દ્રે બેટેલીને ટાંકયા હતા અને પિતાના પાપો સતત સાતમી પેઢી સુધી પજવતા રહે છે તેવા મતલબના બાઈબલના કલાસિક આદેશને યાદ કર્યો હતો. નેહરુના કેસની વાત કરીએ તો સતત સાતમી પેઢીના પાપ નેહરુને પજવતા આવ્યા છે, આજની રાષ્ટ્રીય ડિબેટ જુઓ, શા માટે દરેક વખતે નેહરુનો આશરો લેવો પડે છે ? શા માટે મોદી હમેશાં એમ કહેતા હોય છે કે નેહરુને કશ્મીરમેં યે કિયા, ચાઈના મેં યે કિયા, ટ્રિપલ તલાક મેં યે કિયા.. કારણ કે અહી રાહુલ ગાંધી છે. હવે જો રાહુલ ગાંધી જ ચિત્રમાં ન હોય તો મોદીએ ખુદની જ નીતિઓની અને તે શા માટે વિફળ ગઈ તેની વાત કરવી પડત.
ગુહાએ વધુમાં કહ્યુ હતું કે ભારતીય ડાબેરીઓનો દંભ જુઓ-તેઓ ભારતથી વધુ અન્ય રાષ્ટ્રોને ચાહે છે તે હકીકત છે. વિશ્વવ્યાપી સ્તરે આક્રમક રાષ્ટ્રવાદનો ઉદય પડોશી દેશોમાં ઈસ્લામી કટ્ટરવાદનો ઉદય-સહિતની બાબતો તાજેતરમાં ભારતમાં હિન્દુત્વએ હરણફાળ ભરવા પાછળના કેટલાક કારણો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer