જમ્મુ-કાશ્મીરમાં મોબાઈલ સેવા બહાલ

જમ્મુ-કાશ્મીરમાં મોબાઈલ સેવા બહાલ
પ્રીપેડ સીમ કાર્ડસ ઉપર વોઇસ અને એસએમએસ સેવા શરૂ
શ્રીનગર, તા.18: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો ધીરે ધીરે દૂર કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને હવે પ્રીપેડ સીમ કાર્ડસ ઉપર વોઇસ અને એસએમએસ સેવા બહાલ કરી છે. આ સાથે પોસ્ટપેડ ઉપર ઈન્ટરનેટ પણ બહાલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 36 કેન્દ્રીય મંત્રી જમ્મુ કાશ્મીરમાં વિકાસ સંબંધિત કાર્યોને લઈને જાગૃતતા ફેલાવવા માટે પ્રવાસ કરશે.
જમ્મુ કાશ્મીરના પ્રિન્સીપલ સેક્રેટરી રોહિત કંસલે કહ્યું હતું કે, તમામ સમીક્ષા બાદ પ્રશાસને આદેશ આપ્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં તમામ સ્થાનીક પ્રીપેડ સીમ કાર્ડસ ઉપર વોઇસ અને એસએમએસ સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ જમ્મુના તમામ 10 જીલ્લામાં પોસ્ટપેડ ઉપર ઈન્ટરનેટની સેવા પણ બહાલ કરી દેવામાં આવી છે. જો  કે હજી પણ બડગામ, ગંડરબલ, બારામુલા, શ્રીનગર, કુલગામ, અનંતનાગ, શોપિયા અને પુલવામામાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer