કતારગામમાં ચાર માળની બિલ્ડિંગનો

કતારગામમાં ચાર માળની બિલ્ડિંગનો
સ્લેબ તૂટતાં એકનું મૃત્યુ બે વ્યક્તિ ઘાયલ
સુરત, તા.18 : સુરતના કતારગામ વિસ્તારમાં ચાર માળની બીલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું અને બે વ્યક્તિને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગેની જાણ થતા પાલિકા અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તા દેવડી રોડ પર ચાર માળની બીલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ સ્લેબ તૂટી પડતા ત્રણ વ્યક્તિ દબાઈ ગઈ હતી અને આ અંગેની જાણ થતા મહાનગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ દોડી ગઈ હતી.
બીલ્ડિંગના કાટમાળ હેઠળથી ત્રણ વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું અને બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. મહાનગરપાલિકા દ્વારા ઈન્ડ. વિસ્તારના જર્જરીત બીલ્ડિંગને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. બીલ્ડિંગના ત્રણેક માલિકો બદલાઇ ગયા હોવાથી આ બીલ્ડિંગમાં કારખાનું ચાલતું હોય આસપાસના રહેવાસીઓમાં પણ આ બીલ્ડિંગ કોનું તે અંગેની માહિતી નહોતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer