નાગરિકતા કાયદો સંસદમાં પસાર થયો હોવાથી

નાગરિકતા કાયદો સંસદમાં પસાર થયો હોવાથી
કોઈ રાજ્ય લાગુ કરવાનું નકારી ન શકે : સિબલ
કોઝિકોડ, તા.18: જો નાગરિકતા કાયદો સંસદમાં પસાર થઈ ગયો હોવાથી કોઈ રાજ્ય તેને લાગુ કરવાનો ઈનકાર કરી નહીં શકે એમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે આજે જણાવ્યું હતું. સીએએને લાગુ કરવાની મનાઈ કરવી શકય નથી તેમ જ તેને લાગુ કરવા ઈનકાર કરવો ગેરબંધારણીય હશે.અહીં ચાલી રહેલા કેરલ લિટરેચર ફેસ્ટિવલ (કેએલએફ)માં બોલતાં સિબલે આ સાથે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનને ય નિશાન બનાવતા જણાવ્યું હતું કે તેમને બંધારણ વિશે કોઈ આઈડિયા નથી.
તમે સીએએનો વિરોધ કરી શકો છો, તમે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરી શકો છો અને સરકારને એમ કહી શકો છો કે તે તેને પરત ખેંચી લે એમ સિબલે કહ્યું હતું.
જ્યારે કેરળ અને પંજાબ સરકારે સીએએ રાજ્યમાં લાગુ કરવા ઈનકાર કર્યો છે તેવા ટાંકણે સિબલે આમ કહ્યું છે. રાજ્યમાં સીએએ લાગુ ન કરવા ઠરાવતો પ્રસ્તાવ કેરળ વિધાનસભામાં પસાર થયો છે. તેવી જ રીતે પંજાબમાં કેપ્ટન અમરીન્દરસિંહની સરકારે ય સીએએ વિરુદ્ધનો પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં જણાવાયું છે કે આ કાયદો રાષ્ટ્રના ધર્મનિરપેક્ષ તાણાવાણાને છિન્નભિન્ન થવાનો ખતરો વધી ગયો છે. આ સ્થિતિમાં સરકાર સીએએ, એનઆરસી અને એનઆરપી સંબંધે સંસદની મરજી મુજબ આગળ વધશે. દરમિયાન, કેરળ વિધાનસભામાં રાજ્ય સરકાર તરફથી નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પસાર કરવા અંગે કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરને પ્રહાર કર્યો છે. વિદેશ રાજ્યમંત્રીના કહેવા પ્રમાણે કેરળ સરકારે સમજવું જોઈએ કે તે કાયદાથી કે સંવિધાનથી ઉપર નથી. મુરલીધરને ઉમેર્યું હતું કે, જે મામલા સાથે કોઈ નિસબત ન હોય તેવા મામલે અદાલતોમાં કેસ દાખલ કરવા માટે જનતાના રૂપિયા બરબાદ કરવા જોઈએ નહી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer