ટીમ ઇન્ડિયા માટે જાધવની ભૂમિકાને લઈને ઊઠતા સવાલ

ટીમ ઇન્ડિયા માટે જાધવની ભૂમિકાને લઈને ઊઠતા સવાલ
જાધવને ટીમમાં જાળવી રાખવા મામલે પસંદગીકારોમાં મૂંઝવણ
નવી દિલ્હી, તા.18 : સીમિત ઓવરમાં ભારતીય મીડલ ઓર્ડરને લઈને પ્રયોગ જારી છે અને હવે તેની અસર કેદાર જાધવ ઉપર પડવા  લાગી છે. એક અખબારી અહેવાલ પ્રમાણે 34 વર્ષીય ખેલાડીના ટીમમાં સ્થાનને લઈને હવે વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ પ્રબંધને મીડલ ઓર્ડરની સમસ્યાનો સામનો કરતાં ત્રણ વર્ષ થયા છે. ખેલાડીઓની પસંદગીમાં નિયમિતતાનો અભાવ દેખાઈ રહ્યો છે પણ આ દરમિયાન જાધવ હંમેશાં ટીમનો હિસ્સો રહ્યો છે. હવે ટીમ પ્રબંધવ જાધવને જાળવી રાખવા મુદ્દે મૂંઝવણમાં ંછે. 
ટીમ પ્રબંધન અને પસંદગીકર્તા આશ્વસ્ત થવા માંગે છે કે કેદાર જાધવને પોતાને સાબિત કરવાની પૂરતી તક મળી રહી. વધુમાં ઓલરાઉન્ડરની કમી અનુભવાઈ રહી હોય ત્યારે જાધવની બોલિંગને પણ નજર અંદાજ કરી શકાય નહી. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવાની વાત ચાલી રહી છે. યાદવ સ્થાનિક સત્રમાં સારા ફોર્મમાં છે. વધુમાં અજીંક્ય રહાણેને પણ 50 ઓવરના પ્રારૂપમાં વધુ એક તક આપવાની વિચારણા થઈ રહી છે. જાધવે ઓક્ટોબર 2017 બાદ ભારત માટે કોઈપણ ટી20 મુકાબલો રમ્યો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer